Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
post
post
page

Shree Hanuman Shatak

Hanuman Shatak is an excellent summary from Sundarkand (part of Ramayan). The term “Shatak” indicates that the text consists of one hundred verses (shlokas or stotras) praising and seeking the blessings of Lord Hanuman. It is a 100 verse prayer in Gujarati.

“Shree Hanuman Shatak” is a revered devotional text dedicated to Lord Hanuman, a central figure in Hindu mythology known for his immense strength, unwavering devotion to Lord Ram, and heroic deeds. Traditionally attributed to the poet-saint Tulsidas, the text consists of 100 verses written in a poetic style, extolling Hanuman’s virtues, such as his courage, wisdom, and devotion. These verses are composed in Sanskrit or Awadhi, aiming to inspire and instill a deep sense of reverence among devotees.

The recitation of “Shree Hanuman Shatak” is believed to bring spiritual upliftment, mental fortitude, and divine protection, helping devotees overcome obstacles, dispel fears, and achieve a sense of peace and well-being. Often recited in temples, homes, and during religious ceremonies, especially on auspicious days like Tuesdays and Saturdays, this text serves as a powerful means to connect with Hanuman’s divine energy and seek his blessings for strength, protection, and guidance on the path of righteousness.

શ્રીહનુમાનશતક

(રચયિતા: બળવંત ભાસ્કર)

એક વાર કૈલાસ પર, સમાધિસ્થ મહાદેવ
“રામ” કહીને જાગિયા, જોઈને હર્ષિત એવ. [૧]

પાર્વતીજી વંદન કરી, બોલ્યા કહેવું કાંઈ
“રામ જન્મ જગમાં થયો” કહેતા શિવ હરખાય. [ર]

ઘરતી ઉપર જન્મવા, દેવો લગાવે  છે હોડ
સમીપ રહી શ્રીરામની, પૂરા કરશે કોડ. [૩]

હું પણ સેવક રામનો, બની જગે જન્મીશ
એ રીતે શ્રીરામનું, સામિપ્ય પામીશ. [૪]

દેવ! રામના  જન્મનું, છે એક જ કારણ
મોક્ષ ગતિને પામશે, શિવભક્ત રાવણ. [પ]

રાવણને સંહારવા જશો કેમ હે શિવ?
કેમ મદદ કરશો કહો, ભક્તનો લેવા જીવ? [૬]

દેવી! જાણો છો તમે, સ્વરૂપ અગિયાર મુજ
દસને પૂજ્યા રાવણે, છાંડયું એક અપૂજ. [૭]

એ અપૂજ સ્વરૂપથી, કરી શકું હું યુદ્ધ
મદદ કરીશ શ્રીરામને, રાવણ કાર્ય વિરુદ્ધ. [૮]

શુક્લ પક્ષની પૂર્ણિમા, ચૈત્ર ને મંગળવાર
વાનર રૂપે અવતર્યા, કરવા જગ ઉદ્ધાર. [૯]

અંજનિ કેરી કુખથી, કેસરીરાય સુશીલ
પવનપુત્ર ત્યાં જન્મ્યા, બાળક રૂપ કપિલ. [૧૦]

ભૂખથી વ્યાકુળ એક દિન, હતા બાળ હનુમાન
દીઠો ઊગતા સૂર્યને, કર્યું ફળનું અનુમાન. [૧૧]

ઠેક લગાવી સૂર્યને, પકડવા ચાહે છે બાહુ
સૂર્યને ગળવા એ વખત, આવી ચડ્યો તો રાહુ. [૧૨]

સૂર્ય તરફ એણે પછી, કરી શરુ ઊડાન
વાયુ-દેવ ઠંડક લઇ, દોડ્યા ભૂલી ભાન. [૧૩]

સૂર્યે બાળક જોઈને, ઠારી દીધી નિજ ઝાળ
રથ ઉ૫૨ રમવા પછી, લાગ્યા વાનર બાળ. [૧૪]

સૂર્યને પકડ્યો વાનરે, મચ્યો છે હાહાકાર
ત્રણે લોકમાં એ વખત, થઈ ગયો અંધકાર. [૧૫]

છોડયો સૂર્ય કપીશ, ને ગયો પકડવા રાહુ
ઈન્દ્ર તરફ ભાગ્યો પછી, માંડ છોડાવી બાહુ. [૧૬]

રાહુ પૂછે ઇન્દ્રને, આ તો કેવો ન્યાય?
મારો હક છે એ, છતાં વાનર સૂરજ ખાય? [૧૭]

ઇન્દ્ર ચઢી ઐરાવતે, ગયા સૂરજની વહારે
ફળ ઐરાવત છે સરસ, એ જ ખાંઉ અત્યારે! [૧૮]

ઇન્દ્રએ વજ્ર ફેંક્યું, અને રાખી શક્તિનું માન
હનુભંગ થઈને પડ્યા, મલયગિરિ હનુમાન. [૧૯]

દેવોએ ભેગા મળી, કપીશ દઈ વરદાન
બળબુદ્ધિ ગુણ જ્ઞાનમાં, શિરમોર હનુમાન. [ર૦]

નટખટ બાળક રાજપુત્ર, પાછા વાનર મન
શક્તિશાળી પણ ખરા, કેમ કરે અધ્યયન? [ર૧]

એક વખત ઋષિ બધા, ત્રાસી દીધો શાપ
બળ સઘળું ભૂલી જશે, યાદ ન આવે આપ. [ર૨]

સૂર્યની પાસે જઈ કર્યો, વેદ તણો અભ્યાસ
વિધા પારંગત બની, આવ્યા કેસરી પાસ. [ર૩]

સરયૂ કાંઠે અવતર્યા, ત્રણ ભાઈ સાથે રામ
બાળલીલા જોઈ બન્યું, ધન્ય અયોધ્યા ધામ. [ર૪]

એક મદારી સાથમાં, વાનર જોયો ખાસ,
બાળ રામ હર્ષિત થયા, જોઈ કપીનો નાચ. [રપ]

હઠ લઈને બેસી ગયા, વાનર જોઈએ આ જ
મદારીને રાજી કરી, લઈ લીધા કપી રાજ. [ર૬]

આજ સુધી ખુદ નાચતા, હવે નચાવે રામ
મનોરંજન શ્રીરામનું, એ જ કપીશુનું કામ. [ર૭]

ઘણા દિવસ એવી રીતે, રહ્યા બનીને મિત્ર
રામ લખનને લઈ જવા, આવ્યા વિશ્વામિત્ર. [ર૮]

વાનર! સુગ્રીવ પાસ જઈ, રહો મળીશું ત્યાં જ
સુગ્રીવને મળનાર છે, કિષ્કિન્ધાનું રાજ. [ર૯]

જાવ કપી! સુગ્રીવની, કરો જઈને સેવ
આવું છું લીલા કરી, મળવા હું તતખેવ. [૩૦]

વાલીથી વિચલિત થઈ, સુગ્રીવ મંત્રીઓ સાથ
ઋષ્યમૂક પર્વત ઉપર, હનુમંત જાલ્યો હાથ. [૩૧]

રામ બનીને આવશે, જરૂર અહીંયાં સંત
સુગ્રીવ! એક દિન આવશે, બધાં દુખોનો અંત. [૩ર]

એક દિવસ જંગલ મહીં, જોઈ સશસ્ત્ર વ્યક્તિ
આઘેથી પામી ગયો, સુગ્રીવ એની શક્તિ. [૩૩]

વિરોચીત શરીર છે, જટાજુટ કોઈ સંત
લાગે છે આવી ગયો, વાલી કેરો અંત! [૩૪]

હનુમંત! બ્રાહ્ણ વેશ લઈ, જાવ કરો પરિચય
દુશ્મન જો ના હોય તો, મિત્ર કરો નિર્ભય! [૩૫]

બ્રાહ્મણ વેશે એ પછી, જઈને મળ્યા હનુમાન
શિષ્ટાચારપૂર્વક પછી, કહ્યું નિજ અનુમાન. [૩૬]

જોઈને મુખારવિંદ તેજ, જોઈ ધનુષ્ય ને બાણ
ક્ષત્રિય છો એનું, મને મળી ગયું પરમાણ. [૩૭]

ચરણકમળ જોઈ આપનાં, આવ્યો એ જ વિચાર
નક્કી બંને ભાઈઓ, છો કોઈ રાજકુમાર. [૩૮]

જટાજુટ જોઈ મને, લાગો છો ઋષિ પણ
લાગો છો સાક્ષાત, મને આપ નર-નારાયણ. [૩૯]

એવું પણ લાગે મને, પૂર્વ મળ્યા છે મન
પરિચય આપી આપનો, ધન્ય કરો ભગવન. [૪૦]

સાંભળીને મધુર વચન, બોલ્યા સુમિત્રાનંદ
દશરથ રાજકુમાર તે, આ છે કૌશલચંદ. [૪૧]

મૂળ રૂપે પગમાં પડી, પછી બોલ્યા હનુમાન
મંદમતિ હું કપીશ છું, માફ કરો ભગવાન. [૪ર]

બેઉ ખભે બે ભાઈને, બેસાડી તુરત
રામ-લખનને લઈ ગયા, ઋષ્યમૂક પર્વત. [૪૩]

રામ પરિચય મેળવી, ધન્ય બન્યો સુગ્રીવ
આ જ ખરેખર આવિયો, એના જીવમાં જીવ. [૪૪]

સાત તાડ વીંધી પછી, માર્યો વાલી રાય
કિષ્કિંઘાનું રાજ લઈ, સુગ્રીવ બહુ હરખાય. [૪૫]

વાનર ભાલુની કરી, સેના એકત્રિત
સીતાજીની શોધમાં, સૌએ લગાડ્યું ચિત્ત. [૪૬]

દક્ષિણમાં લંકા મહીં, હશે હતું અનુમાન
સુગ્રીવે નક્કી કર્યું, ત્યાં જાશે હનુમાન. [૪૭]

સીતાજીને આપજો, અંગૂઠી હનુમાન
કહેજો કરશે રામજી, લંકાને સમશાન. [૪૮]

જોઈ અંગૂઠી જાનકી, તુરત કરશે વિશ્વાસ
કહેજો ‘કરુણાનિધાન’નો, માતા હું છું દાસ. [૪૯]

સંપાતીથી મેળવી, અંગદ સિયની ભાળ
જલધી લાંધી કહો, કોણ જઈ શકશે તત્કાળ. [પ૦]

બળબુદ્ધિ ગુણ સહિત, શિવ કહે વૃદ્ધ જાંબવંત
રામ કાર્ય કરવા જ તે, ધર્યો જન્મ હનુમંત. [પ૧]

નિજતાનો પરિચય થતાં, ઊભરી શક્તિ અપાર
વાનર સેનાએ કર્યો, બજરંગનો જયકાર. [પર]

રામ કહીને ભીંસ દઈ, ઊડ્યા મારુતરાય
પવનપુત્રના જોરથી, પર્વત ટુકડા થાય. [૫૩]

ઊડતા જોઈ હનુમાનને, સાગરશ્રી મૈનાક
કહેવા લાગ્યો પાવનપુત્ર, ખાયલો થોડો થાક. [પ૪]

આગળ જાતા સુરસા, ઊભી રોકી રાહ
કહેવા લાગી ખાઉ હું, તુજને એ છે ચાહ. [પપ]

જાવા દે સુરસા મને, કરવા રામનું કામ
વળતા તું ખાજે મને, હમણાં કર આરામ. [૫૬]

રૂપ ધરી વિરાટ ને, સુરસા ખોલે મુખ
સૂક્ષ્મ રૂપ લઇ મુખમાં, પહોંચી આપ્યું સુખ. [પ૭]

માતા! ખાવો હોત તો, ખાઈ જ તે એ વાર
એથી નક્કી થાય છે, છું નહિ હું શિકાર. [પ૮]

કપિલ બૃદ્ધિ જોઈને, સુરસા રાજી થાય
રામબાણના વેગથી, હનુમંત આગળ જાય. [૫૯]

રાહુ માતા સિંહિકા, રહેતી સાગરમાંય
પડછાયો પકડી પછી, ઊડતાં પંખી ખાય. [૬૦]

આવા પાપી જીવને, હણવામાં શુ વાર
આજે હું આ જીવનો, કરતો જાઉ ઉદ્ધાર. [૬૧]

મારી એક થપાટ ને, પહોંચાડી યમલોક
રાક્ષસ સૌ આ જોઈને, રોવે પોકે પોક. [૬ર]

સૂક્ષ્મ રૂપ લઈને ગયા, લંકામાં મહાવીર
લંકિનીની નજરથી, છટકે કેમ શરીર? [૬૩]

લંકિની બોલી ઊઠી, ઊભો રહી જા ચોર
મારી દષ્ટિ હોય છે, અહીંયાં ચારે કોર. [૬૪]

રાજા તારો ચોર છે, રાવણ એનું નામ
નાના સૂના ચોર તો, કરે ન આવું કામ. [૬૫]

હરણ કરી મા જાનકી, લાવ્યો લંકા ઓર
ઉપરથી તું લંકિની! મને કહે છે ચોર? [૬૬]

એમ ક્હી માથા ઉપર, કર્યો મૃષ્ટિ પ્રહાર
યમના દ્વારે જઈ ઊભી, લંકિની તે વાર. [૬૭]

લંકામાં એને મળ્યું, હરિભક્તનું ઘર
બજરંગી પામ્યા હતા, ઘણો ઉચિત આદર. [૬૮]

દાંતની વચ્ચે જીભની, જેવી હાલત થાય
રામભક્ત હું વિભીષણ, એમ છું લંકામાંય. [૬૯]

અશોકવાટિકા મહીં, સીતામા છે કેદ
સાથે સાથે કહી દીધા, દશાનંદના ભેદ. [૭૦]

અંગૂઠી નાખી પછી, સીતાજીની સમીપ
રામનામને જોઈને, મનમાં પ્રગટ્યા દીપ. [૭૧]

કર જોડી બોલ્યો કપી, નથી માત હું ભૂત
માતાજી હુ આપનાં, ‘કરુણાનિધાન’નો  દૂત. [૭૨]

સત્વર લેવા આપને, આવી પહોંચશે રામ
હું જઈને શ્રીરામને, આપીશ તવ પયગામ. [૭૩]

સીતા માતાએ ઘણાં, દીધા આશીર્વાદ
અજર-અમર હો ને, સદા રહો રામને યાદ. [૭૪]

ફળ લાગેલા જોઈને, તોડ્યાં વૃક્ષ અપાર
હણ્યો અક્ષયકુમારને, અશોક્વન મોજાર. [૭૫]

છન્દ્રજિત બંદી કરી, લઈ આવ્યો દરબાર
રાવણ બોલ્યો ક્રોધથી, પૂંછ જલે આ વાર. [૭૬]

સળગ્યું પૂચ્છ ને વાયુએ, કર્યો ઘણો સહકાર
લંકા સળગાવી બધી, થઈ ગયો હાહાકાર. [૭૭]

મહાવીર કૃપા થકી, થયો શનિ આઝાદ
લંકાની જે ગત થઈ, દુનિયા કરશે યાદ. [૭૮]

પૂંછ બુઝાવી સમુદ્રમાં, આવ્યા સીતા પાસ
ચૂડામણિ માએ દીધો, રઘુવીર માટે ખાસ. [૭૯]

સુધિ લઈને જાનકી, પરત ભયે મહાવીર
ડંકા જગમે બજ ગયા, જય જય જય કપીવર. [૮૦]

સેતુ બાંધ્યો રહી ગઈ, રામચંદ્રની વાત
ભીષણ યુદ્ધ લંકા મહીં, થયુ છન્દ્રજિત સાથ. [૮૧]

શક્તિ વાગી છાતીએ, મૂર્છા પામ્યો લખન
દ્રોણગિરિ બજરંગ જઈ, લઈ આવ્યા સંજીવન. [૮૨]

રસ્તો રોકીને ઊભો, કાળનેમિ વિકરાળ
પહોંચાડ્યો પરલોકમાં, બની કાળના કાળ. [૮૩]

ઔષધ સહિત દ્રોણગિરિ, આખો લિયો ઉખાડ
યુદ્ધ મહીં ખપ લાગશે, લઇ આવ્યા છે પહાડ. [૮૪]

અવધ ઉપરથી ઊડતા, વાગ્યું ભરતનું બાણ
સવાર પહેલાં પહોંચીને, બચાવ્યા લક્ષ્મણ-પ્રાણ. [૮૫]

લખન જિવાડયો તે સમે, હર્ષિત થઈ રઘુરાય
કહેવા લાગ્યા પવનસુત! ભરત સમો તું ભાઈ. [૮૬]

રાવણ રોળ્યો રણ મહીં, લકામા જે વાર
અવધ સમાચાર આપિયા, થયો રામ જયકાર. [૮૭]

અહીંરાવણે કપટ કર્યું, લઈ રામ-લક્ષ્મણ
મહાવીર પાતાળ જઈ, માર્યો અહીંરાવણ. [૮૮]

રામ બન્યા રાજા અને, પામ્યા સૌ ઉપહાર
સીતાએ હનુમાનને, દીધો મણિનો હાર. [૮૯]

મોતી તોડે એક-એક, ને ફેંકે છે બહાર
માતાજી ! આમાં નથી, દેખાતા સરકાર. [૯૦]

છાતી ચીરીને કર્યો, સભા મહી પડકાર
રામ-લખનને જાનકી, એ જ જીવન આધાર. [૯૧]

આ હનુમાન શતક તણો, પાઠ કરે જો નિત
બંધનમાંથી છૂટશે, કેદી માન સહિત. [૯૨]

નામ સમરતા પવનસુત, તરત બતાવે સાચ
નિક્ટ કદી ફરકે નહિ, ડાક્ણ-ભૂત-પિશાચ. [૯૩]

રિદ્ધિ સિદ્ધિ નવનિધિ, ભર્યા રહે ભંડાર
બજરંગીના નામનો, જે કરશે જયકાર. [૯૪]

ચોટ, મૂઠ કે મંત્ર તંત્ર, કામણ-ટુમણ હોય,
દુશ્મનના નહિ ચાલશે, કાવા દાવા કોઈ. [૯૫]

શનિ-પનોતી ના નડે, રહે દૂર ભય-શોક
પવનસુતની હાંક્થી, કાંપે ત્રણેય લોક. [૯૬]

મારુતિને જે ભજે, કૃપા કરે રઘુરાય
સુખ પામી આ લોકમાં, ભવસાગર તરી જાય. [૯૭]

શુક્લ પક્ષની પૂનમે, દિવસ મંગળવાર
પાઠ કરે આ શતક્નો, એનો બેડો પાર. [૯૮]

કાળી ચૌદશે શતકથી, સિદ્ધિ મળે નિશંક
કરે શનિવાર એકવીસ, રાજા બને હોય રંક. [૯૯]

દિલહર શતક ચરણ ધરી, કહે ભક્ત ‘બળવંત’
સહાય સદા રહેજો તમે, રામદૂત હનુમંત. [૧૦૦]

share:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Tip:

To create your own playlist, go to Prayers and click onsave-your-favorite-prayer symbol.

You can Group your favourite Prayers, Mantras, Stotras, etc. and find them easily in your My Playlists section.

Edit Content

Explore More ...

Magha Mela

Magha Mela

Magha Mela is a significant Hindu religious gathering held annually

Achyutam Keshavam

Achyutam Keshavam

The “Achyutam Keshavam” prayer is a popular Hindu devotional song

Ekadashi Mata Ki Aarti (Om Jai Ekadashi)

Ekadashi Mata Ki

The term Ekadashi means “the eleventh day.” Symbolically, it also represents the eleven

Maha Ardra Nakshatra

Maha Ardra Nakshatra

Maha Ardra Nakshatra holds great significance in Vedic astrology and

Laxmi Aarti

Laxmi Aarti

The Laxmi Aarti is a devotional song dedicated to Goddess

Om Jai Jagdish Hare Aarti

Om Jai Jagdish

Om Jai Jagdish Hare is a Hindu religious sois dedicated

Saphala Ekadashi

Saphala Ekadashi

Saphala Ekadashi is a significant Hindu observance celebrated on the

Mokshada Ekadashi

Mokshada Ekadashi

Mokshada Ekadashi is a highly significant Hindu observance that falls

Utpanna Ekadashi

Utpanna Ekadashi

Utpanna Ekadashi is another important observance in the Hindu calendar,

Prabodhini Ekadashi

Prabodhini Ekadashi

Prabodhini Ekadashi, also known as Dev Uthani Ekadashi or Devutthana

Magha Mela

Magha Mela

Magha Mela is a significant Hindu religious gathering held annually

Achyutam Keshavam

Achyutam Keshavam

The “Achyutam Keshavam” prayer is a popular Hindu devotional song

Ekadashi Mata Ki Aarti (Om Jai Ekadashi)

Ekadashi Mata Ki

The term Ekadashi means “the eleventh day.” Symbolically, it also represents the eleven

Maha Ardra Nakshatra

Maha Ardra Nakshatra

Maha Ardra Nakshatra holds great significance in Vedic astrology and

Laxmi Aarti

Laxmi Aarti

The Laxmi Aarti is a devotional song dedicated to Goddess

Om Jai Jagdish Hare Aarti

Om Jai Jagdish

Om Jai Jagdish Hare is a Hindu religious sois dedicated

Saphala Ekadashi

Saphala Ekadashi

Saphala Ekadashi is a significant Hindu observance celebrated on the

Mokshada Ekadashi

Mokshada Ekadashi

Mokshada Ekadashi is a highly significant Hindu observance that falls

Utpanna Ekadashi

Utpanna Ekadashi

Utpanna Ekadashi is another important observance in the Hindu calendar,

Prabodhini Ekadashi

Prabodhini Ekadashi

Prabodhini Ekadashi, also known as Dev Uthani Ekadashi or Devutthana