Saraswati Stotra (Gujarati)
ઓહમ આ શ્રી સરસ્વતીના બ્રહમરૂષિ છે. ગાયત્રી છંદ છે. શ્રી સરસ્વતી માતા છે અને ધર્મ , અર્થ , કામ અને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે જપ કરવામાં એનો વિનિયોગ છે.
જે સરસ્વતી દેવી શ્વેત હંસ પર બેઠેલા છે. આકાશને વિશે કરનારા જેમને દક્ષિણ હાથમાં દિવ્ય અંબરયૂક્ત સુવર્ણમય પુસ્તક આપેલું છે અને જે જ્ઞાન વડે પ્રાપ્ત થઈ શકે છે તેવા છે તે દેવી ભારતીશાસ્ત્ર સંબંધી વિદ્યાના શબ્દો જેમાં જપ સમાન વીણાને વગાડતા દિવ્ય સ્વરૂપવાળા હાથમાં ક્મલ ધારણ કરી અત્યંત પ્રસન્ન છે અને ક્રીડા કરી રહેલા છે.
સરસ્વતી દેવી શ્વેત કમલના આસનોવાળા શ્વેત ચંદનનું લેપન કરનારા અને સુવર્ણમય સર્વમુનિયો અને ઋષિ પૂજન કરી જેમની નિરંતર સ્તુતિ કરે છે. મનુષ્ય આ પ્રમાણે મેળવી શકે છે.
જે સરસ્વતી દેવી શુક્લ વર્ણવાળા બ્રહ્માનો વિચાર કરનારા પરમ સારરુપ જ્ઞાનરૂપ સર્વના આદિ જગતમાં વ્યામ થઈ રહેલા વીણા અને પુસ્તકને ધારણ કરનારા અભય આપનારા, બુદ્ધિના જડરૂપી અંધકારનો નાશ કરનારા, હાથને વિશે સ્ફટિક્મય ઇશ્વરી શારદા સરસ્વતી દેવીને હું વંદન કરૂ છું.
જે સરસ્વતી દેવી ઇન્દ્ર , પુષ્પ , ચંદ્ર , હિમ અને હારની શ્વેત વર્ણવાળા વીણા , વર અને દંડની જેમના હાથમાં બેઠેલા છે અને બ્રહ્મા , વિષ્ણુ અને શંકર આદિ અનેક દેવોએ નિરંતર જેમનું વંદન કરેલું છે તે સર્વે પ્રકારની જડતાનો નાશ કરનારા ભગવતી સરસ્વતી દેવી મારૂ રક્ષણ કરો.
હીં હીં હીં એ પ્રમાણેના હ્રદયના પ્રિય એવા અનેક બીજવાળા ચંદ્ર સમાન સુંદર કમલવાળા કલ્પોયત અવિનાશી શોભાવાળા દેવીખ્યામ ભવ્ય વસ્તુઓને જ અનુકૂળ રેહવાવાળા દૂષ્ટ, બુદ્ધિરૂપી વનના જ નળરૂપ વિશ્વ વડે બંધીના કમળ પર બેઠેલા પ્રણામ જનોના મનને આનંદ આપનારા વિકસીત કરનારા જ્ઞાનરૂપ હરીને અત્યંત પ્રિય અને સારરૂપ હે દેવી હું તમને પ્રણામ કરૂ છું.
ઐ ઐ ઐ એ પ્રમાણેના મંત્રને જોનારા બ્રહમદેવના મુખ કમલરૂપ રહે સ્વયં પ્રકાશ તેજ અને અંધકારને પ્રકાશ આપનારા તેજ આપનારા સુવર્ણમય નિર્ગુણ નિર્વિકાર સ્પુલ અને સુક્ષ્મરૂપના રહેલા જેમનો વૈભવ કોઈનાથી જાણી શકાય છે તેવા વિશ્વરૂપ તથા વિશ્વના અંતરઆત્મા રૂપે રહેલા શ્રેષ્ઠ દેવોને વંદન કરાયેલા પરીપુર્ણ સ્વરૂપે રહે અને હે નિત્ય શુદ્ધ એવા દેવીને હું આપને પ્રણામ કરૂ છું.
હીં હીં હીં એ પ્રમાણે જપ કરવાથી પ્રસન્ન જેમની સમાન શ્વેત મૂકતવાળા અને હાથમાં વીણા વગાડતા એવા હે માતા તમને મારા નમસ્કાર છે. તમે મારી જડતાને બાળી નાખો અને ઉતમ બુદ્ધિ આપો. વિદ્યારૂપી વેદાંત વડે જાણવા યોગ્ય સર્વે વિદ્યા સ્વરૂપ સાથી આપનારા મુક્તિના માર્ગરૂપ ખોલતા પણ જેમનું સ્વરૂપ સમજી શકાય છે તેવા નથી તેવા તે હારવાળા હે શારદા તમે મને વર આપનારા થાવ અર્થાત તમે મારૂ કલ્યાણ કરો.
ધીં ધીં ધીં એ પ્રમાણે ધારણારૂપે રહેલા ધીરતાથી બુદ્ધિપુર્વક પ્રણામ સહિત નામ વડે કિર્તન કરવા યોગ્ય નિત્ય અનિત્ય સર્વના નિમિતરૂપે રહેલા મુનીગુણો વડે સ્વરૂપે રહેલા પવિત્ર પુણ્યના પ્રવાહરૂપ બીજાને પવિત્ર કરનારા વિષ્ણુ અને શંકર વડે રહેલા ઉત્તમ અને વિષ્ણુના પ્રતીની આનંદ આપનારા હે માતા મને સુબુદ્ધિ આપો.
હીં હીં હીં એ પ્રમાણે આત્મા સ્વરૂપે રહેલા હે દેવી મારા પાપને બાળીનાખો અને જેમની આકૃતિ અને ચિત્ત પ્રસન્ન છે. હે શારદા હારમુખવાળા કલ્યાણ સ્વરૂપવાળા વિદ્યાનું સતવન કરનારા હે દેવી મારા બુદ્ધિરૂપી અંધકારનો તમે નાશ કરો હું તમારી સ્તુતિ કરૂ છું. શ્રેષ્ઠ કવિઓની જિહવામાં સિદ્ધ વડે પ્રાપ્ત કરનારા સર્વેક્ષણી સ્વરૂપે રેહનારા ભારતી સ્વરૂપે રહેનારા આપ છો માટે મારૂ કલ્યાણ કરો.
હે સરસ્વતી દેવી હું તમારી સ્તુતિ કરૂ છું. હું તમને વંદન કરૂ છું. આપ મારી જિહવાનો કદાપિ ત્યાગ કરશો નહી. મારી બુદ્ધિ કદી વિરુદ્ધ બ્રષ્ટના થાઓ અને ક્યારેય દુખ પડે નહિ. કોઈ પણ વિષયમાં આકુળ વ્યાકુળ ન થાઉં. તમે શારદા અને કલ્યાણ અને કવિતા કરવામાં પણ મારી બુદ્ધિ પ્રસરો અને કોઈપણ દિવસ કુંઠિત ન થાઓ.
જે મનુષ્ય આ મુખ્ય શ્લોકો વડે સવારના પહોરમાં પ્રતિદિન ભક્તિ વડે નમ્ર થયેલી સ્તુતિ કરે છે. જેમને બેહસ્ત્રી પણ જણી શકાતી નથી તેવા બોલવામાં કુરાળ મધુર કંઠવાળા અને પોતાના ઇષ્ટ એવા સર્વલાભો પ્રાપ્ત કરે છે. વળી સરસ્વતી દેવી જાગ સમાન તેમનું રક્ષણ કરે છે અને નિત્ય કાર્યોમાં પણ તેમના વિધ્નો નાશ પામે છે.
વળી વિધ્ન સિવાય વિદ્યાની પ્રાપ્તિ થાય છે. ના સાંભળેલા ગ્રંથોનું જ્ઞાન થાય છે. ત્રિલોકમાં કિર્તી થાય છે. સાક્ષાત સરસ્વતી જેવા તેના મુખમાં વાસો કરી શકે છે. તેના લાંબા આયુષ્યવાળા લોકોમાં પુજવા યોગ્ય સર્વે સદગુણના ભંડારરૂપ નિરંતર રાજ પામવાવાળા સરસ્વતી દેવીની કૃપાથી જગતમાં તેમજ ઉત્તમ સ્વભાવમાં વિજય થાય છે.
સરસ્વતીનું ભક્તજન બ્રહ્મચર્યનું પાલન કરતો ધનયુક્ત થઈ મોનનું સેવન કરી નિરાહાર રહી ત્રિજ્યોદશીને દિવસે એક વખત પણ આ સ્ત્રોતનું પઠન કરે છે તે પોતાની ઇષ્ટ વસ્તુને મેળવવામાં સમર્થ થાય છે.
શુકલપક્ષ તથા કૃષ્ણપક્ષની ત્રિજ્યોદશીને દિવસે જે બુદ્ધિશાળી મનુષ્ય શુદ્ધતાથી સાવધાન રહી સરસ્વતી દેવીનું ધ્યાન કરી એકવીસવાર આ સ્ત્રોતનો પાઠ કરે છે તે આ લોકમાં સર્વ પાપોમાંથી મુકત થાય છે. તેમાં કોઈ સંચય નથી.
આ પ્રમાણે સાક્ષાત બ્રહમંદેવ પોતે આ ઉત્તમ સરસ્વતી સ્ત્રોતનો જે મનુષ્ય ભક્તિપુર્વક પાઠ કરે છે તે મોક્ષને પામે છે.
“ ઇતિ શ્રી બ્રહ્મદેવ વિચરીત સરસ્વતી સ્ત્રોત સંપૂર્ણ || “