Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
post
post
page

Pachhi Shamaliyoji Boliya | પછી શામળિયોજી બોલિયા

Pachhi Shamaliyoji Boliya | પછી શામળિયોજી બોલિયા By Premanand

પછે શામળિયોજી બોલિયા, તુને સાંભરે રે?

હા જી, નાનપણાનો નેહ, મુને કેમ વીસરે રે?

આપણ બે મહિના સાથ રહ્યા, તુને હા જી, સાંદીપની ઋષિને ઘેર, મુને.

આપણ અન્નભિક્ષા માગી લાવતા, તુને હા જી, જમતા ત્રણે ભ્રાત, મુને

આપણ સૂતા એક સાથરે, તુને હા જી, સુખદુઃખની કરતા વાત, મુને

પાછલી રાતના જાગતા, તુને હા જી, કરતા વેદની ધુન્ય, મુને

ગુરુ આપણા જ્યારે ગામ ગયા, તુને હા જી, જાચવા કોઈ મુન્ય, મુને

ત્યારે કામ કહ્યું ગોરાણીએ, તુને હા જી, લઈ આવો, કહ્યું કાષ્ઠ, મુને

અંગ આપણાં ઊકળ્યાં, તુને હા જી, માથે તપ્યો અરિષ્ટ, મુને

ખાંધ ઉપર કુહાડા ગ્રહ્યા, તુને હા જી, ઘણું દૂર ગયા, રણછોડ, મુને

આપણ વાદ વઘ્યો બેઉ બાંધવે, તુને હા જી, ફાડયું મોટું ખોડ, મુને

ત્રણે ભારા બાંધ્યા દોરડે, તુને હા જી, આવ્યા બારે મેહ, મુને

શીતળ. સમીર વાયો ઘણો, તુને હા જી, ટાઢે થરથર ધ્રૂજે દેહ, મુને

નદીએ. પૂર આવ્યાં ઘણાં, તુને હા જી, ઘન વરસ્યો મૂસળધાર, મુને

આકાશ અંધારી આવિયું, તુને હા જી, થાય વીજળિયા ચમકાર, મુને

પછે ગુરુજી શોધવા નીસર્યા, તુને હા જી, કહ્યું સ્ત્રીને કીધો કેર, મુને

આપણ હૃદિયા સાથે ચાંપિયા, તુને હા જી, તેડીને લાવ્યા ઘેર, મુને

ગોરાણી ગાય હતાં દોહતાં, તુને હા જી, હુતી દોણી માગ્યાની ટેવ, મુને

નિશાળે બેઠાં હાથ વધારિયો, તુને હા જી, તમે આણી આપી તતખેવ, મુને

ત્યારે ગુરુપત્નીને જ્ઞાન થયું, તુને હા જી, તમોને જાણ્યા જગદાધાર, મુને

ગુરુદક્ષિણામાં માગિયું, તુને હા જી, મૃત્યુ પામ્યો જે કુમાર, મુને

મેં સાગરમાં ઝંપાવિયું, તુને હા જી, શોધ્યાં સપ્ત પાતાળ, મુને

હું પંચજન શંખ જ લાવિયો, તુને હા જી, દૈત્યનો આણ્યો કાળ, મુને

પછે જમનગરે હું ગયો, તુને હા જી, આવી મળ્યો જમરાય, મુને

પુત્ર ગોરાણીને આપિયો, તુને હા જી, પછે થયા વિદાય, મુને

આપણ તે દહાડાના જુદા પડયા, તુને હા જી, ફરીને મળિયા આજ, મુને

તમ પાસે અમો વિદ્યા શીખતા, તુને હું મોટો કીધો, મહારાજ,મુને

વલણ

મહારાજ લાજ નિજ દાસની, વધારો છો શ્રીહરિ

પછી દારિદ્રય ખોવા દાસનું સૌમ્ય દષ્ટિ નાથે કરી.

– પ્રેમાનંદ

share:

Tip:

To create your own playlist, go to Prayers and click onsave-your-favorite-prayer symbol.

You can Group your favourite Prayers, Mantras, Stotras, etc. and find them easily in your My Playlists section.

Edit Content

Explore More ...

Om Jai Jagdish Hare Aarti

Om Jai Jagdish

Om Jai Jagdish Hare is a Hindu religious sois dedicated

Saphala Ekadashi

Saphala Ekadashi

Saphala Ekadashi is a significant Hindu observance celebrated on the

Mokshada Ekadashi

Mokshada Ekadashi

Mokshada Ekadashi is a highly significant Hindu observance that falls

Utpanna Ekadashi

Utpanna Ekadashi

Utpanna Ekadashi is another important observance in the Hindu calendar,

Prabodhini Ekadashi

Prabodhini Ekadashi

Prabodhini Ekadashi, also known as Dev Uthani Ekadashi or Devutthana

Rama Ekadashi

Rama Ekadashi

Rama Ekadashi is a sacred Hindu fasting day observed on

Papankusha Ekadashi

Papankusha Ekadashi

Papankusha Ekadashi is an important Hindu observance that falls on

Indira Ekadashi

Indira Ekadashi

Indira Ekadashi is a revered day in the Hindu lunar

Parsva Ekadashi

Parsva Ekadashi

Parsva Ekadashi, also known as Vamana Ekadashi or Parivartini Ekadashi,

Aja Ekadashi

Aja Ekadashi

Aja Ekadashi is a significant fasting day in the Hindu

Om Jai Jagdish Hare Aarti

Om Jai Jagdish

Om Jai Jagdish Hare is a Hindu religious sois dedicated

Saphala Ekadashi

Saphala Ekadashi

Saphala Ekadashi is a significant Hindu observance celebrated on the

Mokshada Ekadashi

Mokshada Ekadashi

Mokshada Ekadashi is a highly significant Hindu observance that falls

Utpanna Ekadashi

Utpanna Ekadashi

Utpanna Ekadashi is another important observance in the Hindu calendar,

Prabodhini Ekadashi

Prabodhini Ekadashi

Prabodhini Ekadashi, also known as Dev Uthani Ekadashi or Devutthana

Rama Ekadashi

Rama Ekadashi

Rama Ekadashi is a sacred Hindu fasting day observed on

Papankusha Ekadashi

Papankusha Ekadashi

Papankusha Ekadashi is an important Hindu observance that falls on

Indira Ekadashi

Indira Ekadashi

Indira Ekadashi is a revered day in the Hindu lunar

Parsva Ekadashi

Parsva Ekadashi

Parsva Ekadashi, also known as Vamana Ekadashi or Parivartini Ekadashi,

Aja Ekadashi

Aja Ekadashi

Aja Ekadashi is a significant fasting day in the Hindu