“Dutt Bavani” is a devotional hymn dedicated to Lord Dattatreya, a deity revered in Hinduism who is considered an incarnation of the Trimurti (Brahma, Vishnu, and Shiv). The hymn is composed in the Gujarati language and is popular among devotees, particularly in the regions of Gujarat and Maharashtra. Prayer of 52 verses with tales of glory for Lord Dutt and is best said to recite on Thursday.
The Dutt Bavani is a sacred hymn composed by the devotee Premanand Swami, celebrating the divine grace and miraculous deeds of Lord Dattatreya. Each verse of the hymn narrates various aspects of the deity’s greatness, his ability to dispel ignorance, and his role in guiding devotees towards a path of righteousness and spiritual enlightenment. The hymn also serves as a medium for devotees to express their unwavering faith and seek the lord’s protection and benevolence. Reciting the Dutt Bavani with devotion is believed to bring peace, prosperity, and liberation from worldly troubles.
A depiction of Lord Dattatreya as a young boy. He has a divine and serene appearance, with an innocent yet wise expression. He is depicted with three heads, symbolizing Brahma, Vishnu, and Shiva, and six hands holding various symbolic items such as a conch, discus, trident, water pot, and a rosary. He is surrounded by nature, with a backdrop of lush greenery and animals like cows, dogs, and birds that signify his connection with all life forms. He wears traditional attire and has a glowing aura around him.
શ્રી દત્ત બાવની
માળા કમંડળ લસે કર નીચલા માં
ડમરુ ત્રિશૂળ વચલા કર માં બિરાજે
ઊંચા દ્વિહસ્ત કમલે શુભ શંખ ચક્ર
એવા નમું વિધિ હરીશ સ્વરૂપ દત્ત
જય યોગીશ્વર દત્ત દયાળ, તુજ એક જગમાં પ્રતિપાળ ।। ૧ ।।
અત્ર્યનસૂયા કરી નિમિત્ત, પ્રગટ્યો જગ કારણ નિશ્ચિત ।। ૨ ।।
બ્રહ્મા હરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર ।। ૩ ।।
અંતર્યામી સત્ ચિત્ સુખ, બહાર સદ્ગુરુ દ્વિભુજ સુમુખ ।। ૪ ।।
ઝોળી અન્નપૂર્ણા કર માંહ્ય, શાંતિ કમંડલ કર સોહાય ।। ૫ ।।
ક્યાંય ચતુર્ભુજ ષડભુજ સાર, અનંત બાહુ તું નિર્ધાર ।। ૬ ।।
આવ્યો શરણે બાળ અજાણ, ઊઠ દિગંબર ચાલ્યા પ્રાણ ।। ૭ ।।
સુણી અર્જુન કેરો સાદ, રીઝ્યો પૂર્વે તું સક્ષાત ।। ૮ ।।
દીધી રિદ્ધી સિદ્ધિ અપાર, અંતે મુક્તિ મહાપદ સાર ।। ૯ ।।
કીધો આજે કેમ વિલંબ ? તુજ વિણે મુજને નાં આલંબ ।। ૧૦ ।।
વિષ્ણુ શર્મ દ્વિજ તાર્યો એમ, જમ્યો શ્રાધમાં દેખી પ્રેમ ।। ૧૧ ।।
જંભ દૈત્યથી ત્રાસ્યા દેવ, કીધી મ્હેર તે ત્યાં તત્ખેવ ।। ૧૨ ।।
વિસ્તારી માયા દિતિ સુત, ઇન્દ્ર કરે હણાવ્યો તૂર્ત ।। ૧૩ ।।
એવી લીલા કંઈ કંઈ શર્વ, કીધી વર્ણવે કો તે સર્વ ।। ૧૪ ।।
દોડ્યો આયુ સુતને કામ, કીધો એને તે નિષ્કામ ।। ૧૫ ।।
બોધ્યા યદુ ને પરશુરામ, સાધ્ય દેવ પ્રહલાદ અકામ ।। ૧૬ ।।
એવી તારી કૃપા અગાધ ! કેમ સુણે ના મારો સાદ ।। ૧૭ ।।
દોડ અંત ! નાં દેખ અનંત ? મા કર અધવચ શિશુનો અંત ।। ૧૮ ।।
જોઈ દ્વિજ સ્ત્રી કેરો સ્નેહ, થયો પુત્ર તું નિઃસંદેહ ।। ૧૯ ।।
સ્મર્તૃગામી કલિતાર કૃપાળ, તાર્યો ધોબી છેક ગમાર ।। ૨૦ ।।
પેટપીડથી તાર્યો વિપ્ર, બ્રાહ્મણ શેઠ ઉગાર્યો ક્ષિપ્ર ।। ૨૧ ।।
કરે કેમ ના મારી વ્હાર ! જો આણીગમ એક જ વાર ।। ૨૨ ।।
શુષ્ક કાષ્ઠને આણ્યાં પત્ર ! થયો કેમ ઉદાસીન અત્ર ।। ૨૩ ।।
જર્જર વંધ્યા કેરા સ્વપ્ન, કર્યા સફળ તે સુતના કૃત્સ્ન ।। ૨૪ ।।
કરી દુર બ્રાહ્મણનો કોઢ, કીધા પૂરણ એના કોડ ।। ૨૫ ।।
વંધ્યા ભેંસ દુઝવી દેવ, હર્યું દારિદ્ર્ય તે તત્ખેવ ।। ૨૬ ।।
ઝાલર ખાઈ રીઝ્યો એમ, દીધો સુવર્ણ ઘટ સપ્રેમ ।। ૨૭ ।।
બ્રાહ્મણસ્ત્રીનો મૃત ભરથાર, કીધો સજીવન તેં નિર્ધાર ।। ૨૮ ।।
પિશાચ-પીડા કીધી દુર, વિપ્રપુત્ર ઉઠાડ્યો શૂર ।। ૨૯ ।।
હરી વિપ્રમદ અંત્યજ હાથ, રક્ષ્યો ભક્ત ત્રિવિક્રમ તાત ।। ૩૦ ।।
નિમેષમાત્રે તંતુક એક, પહોંચાડ્યો શ્રીશૈલે દેખ ।। ૩૧ ।।
એકી સાથે આઠ સ્વરૂપ, ધરી દેવ બહુરૂપ અરૂપ ।। ૩૨ ।।
સંતોષ્યા નિજ ભક્ત સુજાત, આપી પરચાઓ સાક્ષાત્ ।। ૩૩ ।।
યવનરાજની ટાળી પીડ, જાતપાતની તને ન ચીડ ।। ૩૪ ।।
રામકૃષ્ણ રૂપે તે એમ, કીધી લીલાઓ કંઈ તેમ ।। ૩૫ ।।
તાર્યા પથ્થર ગણિકા વ્યાઘ, પશુપંખી પણ તુજને સાધ ।। ૩૬ ।।
અધમ અધોરણ તારું નામ, ગાતા સરે ન શાં શાં કામ ।। ૩૭ ।।
આધિ વ્યાધિ ઉપાધિ સર્વ, ટળે સ્મરણ માત્રથી શર્વ ।। ૩૮ ।।
મૂઠચોટ ના લાગે જાણ, પામે નર સ્મરણે નિર્વાણ ।। ૩૯ ।।
ડાકણ શાકણ ભેંસાસુર, ભૂત પિશાચો જંદ અસુર ।। ૪૦ ।।
નાસે મુઠી દઈને તુર્ત, દત્તધૂન સાંભળતા મૂર્ત ।। ૪૧ ।।
કરી ધૂપ ગાએ જે એમ, દત્તબાવની આ સપ્રેમ ।। ૪૨ ।।
સુધરે તેના બંને લોક, રહે ન તેને ક્યાંયે શોક ।। ૪૩ ।।
દાસી સિદ્ધિ તેની થાય, દુઃખ દારિદ્ર્ય તેના જાય ।। ૪૪ ।।
બાવન ગુરુવારે નિત નેમ, કરે પાઠ બાવન સપ્રેમ ।। ૪૫ ।।
યથાવકાશે નિત્ય નિયમ, તેને કદી ન દંડે યમ ।। ૪૬ ।।
અનેક રૂપ એ જ અભંગ, ભજતાં નડે ન માયા રંગ ।। ૪૭ ।।
સહસ્ત્ર નામે નામી એક, દત્ત દિગંબર અસંગ છેક ।। ૪૮ ।।
વંદુ તુજને વારંવાર, વેદ શ્વાસ તારા નિર્ધાર ।। ૪૯ ।।
થાકે વર્ણવતાં જ્યાં શેષ, કોણ રાંક હું બહુકૃતવેષ ।। ૫૦ ।।
અનુભવતૃપ્તિનો ઉદ્દગાર, સુણી હશે તે ખાશે માર ।। ૫૧ ।।
તપસિ તત્વમસિ હે દેવ, બોલો જય જય શ્રી ગુરૂદેવ ।। ૫૨ ।।
ૐ ગુરુદત્તાત્રેય નમઃ
Dutt Bavani
Mala Kamandal Lase Kar Neechla ma
Damru Trishul vachla kar ma biraaje
Ooncha dwihast kamale shubh shankh chakra
Eva namu vidhi harish swarup Dutt.
Jay Yogishwar Datta Dayar Tuja Aek Jagamo Pratipar ।। 1 ।।
Atryansooya Karee Nimit Pragatyo Jagkaran Nischit ।। 2 ।।
Brahmahariharno Avtar Sharanagatano Taranhar ।। 3 ।।
Antaryami Satchit Sukh Bahar Sadaguru Dwibhuj Sumukh ।। 4 ।।
Zori Annapurna Kar Mohya Shanti Kamandal Kar Shohay ।। 5 ।।
Kyoya Chaturbhuj Sadabhuj Sar Anantbahu Tu Nirdhar ।। 6 ।।
Aavyo Sharane Bar Ajan Authha Digambar Chalya Pran ।। 7 ।।
Sunee Arjun Kero Saad Reezyo Poorve Tu Sakshat ।। 8 ।।
Didhi Rudhhi Sidhdhi Apar Ante Mukti Mahapad Sar ।। 9 ।।
Kidho Aaje Kem Vilamb Tuj Vin Mujne Na Aalamb ।। 10 ।।
Vishnusharm Dwij Taryo Aem Jamyo Shradhdhma Dekhi Prem ।। 11 ।।
Jambhdaaitythi Trasya Dev Kidhi Mher Te Tyon Tatkev ।। 12 ।।
Vistari Maya Ditisut Indrakare Hanavyo Turt ।। 13 ।।
Aevi Leela Kai Kai Sharv Kidhi Varnave Ko te Sarv ।। 14।।
Dodyo Aayu Sutane kam Kidho Aene Te Niskam ।। 15।।
Bodhya Yadune Parshuram Sadhydev Prahallad Akam ।। 16 ।।
Aevi Tari Krupa Agadh Kem Soone Na Maro Saad ।। 17 ।।
Dod Anta Na Dekh Anant Maa Kar Adhvach Shishuno Anta ।। 18 ।।
Joi Dwijastree Kero Sneh Thayo Putra Tu Nihisandeh ।। 19 ।।
Smatrugami Kalitar Krupar Taryo Dhobi Chhek Gamar ।। 20 ।।
Petpidthi Taryo Vipra Brahmansheth Ugaryo Xipra ।। 21 ।।
Kare Kem Na Mari Vhar Jo Aanigam Aekaj Var ।। 22 ।।
Shush Kasthane Aanyo Patra Thano Kem Udashin Atra ।। 23 ।।
Jarjar Vandhya Kera Swapna Karya Safar Te Sutana Krutsna ।। 24 ।।
Kari Dur Brahmanano Kodh Kidha Puran Aena Kod ।। 25 ।।
Vandhya Bhens Doozavi Dev Haryu Daridhra Te Tatkhev ।। 26 ।।
Zalar Khai Rizyo Aem Didho Suvarnaghat Saprem ।। 27 ।।
Brahmanstreeno Mrut Bharthar Kidho Sajivan Te Nirdhar ।। 28 ।।
Pishach-Peeda Kidhi Dur Vipraputra Uthadyo Shoor ।। 29 ।।
Haree Vipramad Antyaj Hath Rakshyo Bhakta Trivikram Tat ।। 30 ।।
Nimeshmatre Tantuk Aek Phochadyo Shrishaile Dekh ।। 31 ।।
Aeki Sathe Aath Swarup Dhari Dev Bahuroop Aroop ।। 32 ।।
Santoshya Nij Bhakta Sujat Aapi Parchao Saxat ।। 33 ।।
Yavanrajni Tari Peed Jatpatni Tane Na Cheed ।। 34 ।।
Ramkrushnaroope Te Aem Kidhi Lilao Kai Tem ।। 35 ।।
Tarya Paththar Ganikavyadh Pashupankhi Pan Tujne Sadh ।। 36 ।।
Adhamodharan Taroo Nam gata Sare Na Sha Sha Kam ।। 37 ।।
Aadhivyadhi Upadhi Sarv Tare Smaranmatrathi Sharva ।। 38 ।।
Moothchot Na Lage Jan Pame Narsmarane Nirvan ।। 39 ।।
Dakan Shakan Bhensasur Bhoot Pishacho Jand Asur ।। 40 ।।
Nase Moothi Daine Toort Dattadhoon Sambharta Moort ।। 41 ।।
Kari Dhoop Gaye Je Aem Dattabavani Aa Saprem ।। 42 ।।
Sudhare Tena Banne Lok Rahe Na Tene Kyoye Shok ।। 43 ।।
Dasee Sidhdhi Teni Thay Dhukhdaridhra Teno Jaay ।। 44 ।।
Bavan Guruvare Nit Nem Kare Path Bavan Saprem ।। 45 ।।
Yathavkashe Nitya Niyam Tene Kadeena Dande Yam ।। 46।।
Anek Roope Ae ja Abhang Bhajata Nade Na Maya-Rang ।। 47 ।।
Sahasra Name Namee Aek Datta Digambar Asang Chhek ।। 48 ।।
Vandu Tujne Varamvar Ved Shvash Tara Nirdhar ।। 49 ।।
Thake Varnavta Jyashesh Kon Ronk Hu Bahukrutvesh ।। 50 ।।
Anubhavtruptino Udgar Sunee hase Te Khase Mar ।। 51 ।।
‘Tapsi’ Tatvamasi Ae Dev Bolo Jay Jay Shrigurudev ।। 52 ।।
Bolo Jay Jay Shrigurudev ।।