“Shambhu Sharane Padi” is a devotional song or hymn dedicated to Lord Shiva, often sung in Gujarati or other Indian languages. The phrase itself means “I have surrendered to Shambhu” (another name for Lord Shiva), reflecting a deep sense of devotion and submission to the divine.
This hymn begins with the devotee expressing surrender to Lord Shambhu (Shiv), asking for liberation from the bonds of worldly attachments and sufferings. The devotee describes Lord Shiv as the one who rides the bull Nandi and is the father of Ganesh, the remover of obstacles. Shiv is also associated with the sacred river Ganga and the holy symbol of Omkar. The hymn continues with the devotee reflecting on the auspicious qualities of Shiv, expressing a desire for his blessings and guidance. Through complete surrender and devotion, the devotee seeks Shiv’s protection and the ultimate liberation of the soul.
શંભુ શરણે પડી
શંભુ શરણે પડી, માંગુ ઘડી એ ઘડી
કષ્ટ કાપો …
દયા કરી, શિવ, દર્શન આપો.
તમે ભક્તો ના ભય હરનારા
શુભ સૌનુ સદા કરનારા
હું તો મંદ મતિ, તારી અકળ ગતિ
કષ્ટ કાપો …
દયા કરી, શિવ, દર્શન આપો.
અંગે ભસ્મ સ્મશાન ની ચોળી
સંગે રાખો સદા ભૂત ટોળી
ભાલે ચંદ્ર ધર્યો, કંઠે વિષ ભર્યો
અમૃત આપો …
દયા કરી શિવ દર્શન આપો.
નેતી નેતી જ્યાં વેદ કહે છે
મારું ચીતડું ત્યાં જાવા ચહે છે
સારા જગ માં છે તું, વસુ તારા મા હું
શક્તિ આપો …
દયા કરી શિવ દર્શન આપો.
આપો દ્રષ્ટિમાં મા તેજ અનોખું
સારી સુષ્ટિમાં શિવ રૂપ દેખુ
મારા દિલમાં વસો, હૈયે આવી હસો
શાંતિ સ્થાપો …
દયા કરી શિવ દર્શન આપો.
હું તો એકલ પંથી પ્રવાસી
છતાં આત્મા કેમ ઉદાસી
થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી
સમજણ આપો …
દયા કરી શિવ દર્શન આપો.
તમે ભક્તો ના ભવ દુઃખ કાપો
નિત્ય સેવા નુ શુભ ફળ આપો
ટાળો મંદ મતિ, ગાળો ગર્વં ગતિ
ભક્તિ આપો …
દયા કરી શિવ દર્શન આપો.
શંભુ શરણે પડી,
માંગુ ઘડી એ ઘડી
કષ્ટ કાપો …
દયા કરી, શિવ દર્શન આપો.